kbpcircle.com

BCA group photo
abiman-Blog of author
Blog of author
Chapter- 02 શુભારંભ
     હા તો હું કમ્પ્યુટરમા કંઇક કમાલ કરવાની વાત કરતો હતો, પણ હું કાંઇ બિલ ગેટ્સ કે સ્ટીવ જોબ્સ તો નથી કે મેકિન્ટોસ કે વિન્ડોઝ બનાવી નાખુ!! છતા પણ કંકઇ કરવુ પડે એવુ તો હતુ જ કેમ કે કોલેજ નું ત્રીજુ સેમેસ્ટર શરુ થઇ ગયુ હતુ એટલે કે સમય ઝડપથી વિતી રહ્યો હતો. અને એક દિવસ કાંઇક કરી બતાવવાની તક મળી પણ ખરી.
     એક દિવસ કોલેજ રજા રાખી બીજા દિવસે કોલેજ ગયો તો મિલને વાત કરી કે ભાવનગરની કોઇક કંપનીમા કાંઇક સ્પર્ધા છે એવી નોટીસ હતી. કોલેજે રજા રાખવાનું કારણ એટલુ ભયાનક હતુ કે એ ઘટનાનો સામનો કર્યા પછી મોતનો થોડોઘણો ડર હતો એ પણ જતો રહ્યો પણ એ વાત પછી ક્યારેક. એ દિવસે મિલને જે ક હ્યુ ઇ થોડીઘણી જાણકારી લઇ હુ જલદીપ સરને મળ્યો કે આ શું છે? વાળાસરે બધી માહિતી આપી. ભાવનગરની કંપની છે, યુનીવર્સીટી લેવલની સ્પર્ધાનું આયોજન કરે છે, તમારે એક કમ્પ્લીટ સોફ્ટવેર બનાવવાનો રહેશે, કોઇ ખર્ચ કંપની નહિ આપે, દર પંદર દિવસે રીપોર્ટ સબમીટ કરવા અને પ્રેઝન્ટેશન આપવા ભાવનગર જવુ પડશે વગેરે વગેરે..
     કોલેજમા હજી VB.NET ની શરુઆત હતી એટલે એક કમ્પ્લીટ સોફ્ટવેર બનાવવો તો મુશ્કેલ હતુ. છતા મે વાળાસરને પુછ્યુ કે તમને લાગે કે હું એક સોફ્ટવેર બનાવી શકું? "ડેફીનેટ્લી તું કરી શકે અને જરુર પડે ત્યા અમે છીએ ને!!" બસ હવે તો વિચરવાનુ પણ ન્હોતુ. એમા વળી વિનોદસર આવ્યા. "એના કરતા PHP મા વેબસાઇટ બનાવ ને ઇઝી રહેશે." લ્યો બોલો, PHP શબ્દ સાંભળ્યો પહેલી વખતને એમા સર કે કે "ઇઝી રહેશે". પણ વિનોદસરની વાત મને ગમી કે એણે મારા પર ભરોસો કર્યો કે આ વિધ્યાર્થી PHP શીખી શકશે. અને કદાચ હું શીખી પણ લેત પણ મારે તો ફરજીયાત રેન્ક લાવવો પડે એમ જ હતુ એટલે VB.NET કન્ફર્મ થયુ. બે મહિનાની સ્પર્ધા હતી એટલે ત્રીજુ સેમેસ્ટર પણ પુરુ થઇ જ જવાનુ હતુ એ છોકરી સાથે બોલ્યા વિના.
     હવે બધુ ધ્યાન સ્પર્ધા જીતવામા જ આપવાનુ હતુ, કોલેજ લેબમા કેલ્ક્યુલેટરનો પ્રોગ્રામ રન ન્હોતો થતો અને અહિં ક્રિસ્ટલ રીપોર્ટ સાથે કામ કરવાનુ હતુ. બધુ પડતુ મુકીને રવિવારે પ્રેઝેન્ટેશન માટે ભાવનગર જવુ પડતુ. સીલેબસમા ડેટાબેઝ કનેક્ટિવીટી આખરી પોઇન્ટ હતો ને અહિં શરુઆત જ ત્યાંથી કરી. મને યાદ છે કે ફાઇનલ રીપોર્ટીંગમા તો પ્રેિપેરેશન ના ઊજાગરા કરવામા રાતે ત્રણ ચાર તો વાગી જતા અને સવારે આઠ વાગે કોલેજ પહોંચુ એટલે મિલન પુછે જ કે કેમ વિપુલ આંખો લાલ છે? સ્પર્ધાના કુલ 72 પ્રોજેક્ટમા હું એકલો જ ત્રીજા સેમેસ્ટરનો સ્ટુડન્ટ બાકી બધા જ મારા સીનીયર્સ હતા એટલે સ્પર્ધા ટક્કરની હતી. ફાઇનલી બે મહિના પુરા થયા સ્પર્ધાનું રીઝલ્ટ આવ્યુ મે બીજો રેન્ક મેળવ્યો. સ્પર્ધા જીતવાની બીજી કોઇ ખુશી તો ન્હોતી પણ હવે મારી પાસે એવુ "સર્ટીફીકેટ" હતુ કે મને પ્રોગ્રામિંગમા રસ છે. બાકી બીજી બધી હિંમત તો હતી જ. પણ આ શું? જેના માટે બધી મહેનત કરી એની વાત તો બાજુ પર રહી અને મારા ફ્રેન્ડ સર્કલમા(ક હો કે સર્કસમા) એન્ટ્રી થઇ ઝૈનાબની...
Student Login
Username:


Password
Create an account to connect with classmates..Hiren Chauhanભાઇ પછી શુ થયુ આગળ..
Vipul HadiyaThank you ranju
RANJU Great work
Vipul HAdiya@Zainab, Page ne reload kari jo ane mel naa pade to clear cache and coockie kari jo problem tara browser ma che baki page ma login option che j
Zainab vejlaniFrm wr can I login vpl ??
KWIK GUN MURGANMIND IT
AGYATન ધરા સુધી ન ગગન સુધી, ન ઊન્નતિ ન પતન સુધી. તું આપે તો અમારે જવું છે એક બીજાના મન સુધી.
Falguni SuruNice..:) Haji ghanu Sambhalvu 6e and Ghana Rahasyo b janva 6e..